ક્રિકેટનું નવું લેસ્બિયન કપલ! રોમેન્ટિક સ્ટાઈલમાં પાર્ટનરને કર્યું પ્રપોઝ, હવે ખૂબસૂરત ક્રિકેટર કરશે લગ્ન, જુઓ તસવીર
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી એશ્લે ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઈટ સાથે સગાઈ કરી લીધી છે. ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ સાથેની સગાઈની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની ગર્લફ્રેન્ડનું નામ મોનિકા રાઈટ છે.
1 / 5
ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ક્રિકેટર એશ્લે ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ મોનિકા સાથે સગાઈ કરી લીધી છે. ગાર્ડનરે સગાઈનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ગાર્ડનર અને મોનિકા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. થોડા દિવસો પહેલા તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મોનિકા સાથેના તેના લગ્નની જાણકારી પણ આપી હતી.
2 / 5
ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમની ખેલાડી એશ્લે ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઈટ સાથે સગાઈ કરી લીધી છે. ગાર્ડનર લાંબા સમયથી મોનિકા સાથે રિલેશનશિપમાં છે.
3 / 5
ગાર્ડનરે થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા પર મોનિકા સાથેની એક તસવીર શેર કરીને આ અંગે જાહેરાત કરી હતી. મોનિકા અને ગાર્ડનર ઘણીવાર સાથે વેકેશન પર જાય છે.
4 / 5
મોનિકા રાઈટ એશ્લે ગાર્ડનરને સંપૂર્ણ સમર્થન આપે છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મોનિકા ગાર્ડનરને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવી હોય. આ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમના સૌથી સુંદર કપલમાંથી એક છે.
5 / 5
એશ્લે ગાર્ડનર ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની અદભૂત ઓલરાઉન્ડર છે. ગાર્ડનરે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં કુલ 69 ODI અને 88 T20 મેચ રમી છે. આ સિવાય તે 6 ટેસ્ટ મેચમાં પણ મેદાન પર જોવા મળી છે. ODIમાં ગાર્ડનરે 89 વિકેટ સાથે 971 રન બનાવ્યા છે, જ્યારે T20માં તેના નામે 68 વિકેટ અને 1329 રન છે.
Published On - 10:05 pm, Fri, 19 April 24