
દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી બે ટેસ્ટ માટે પોતાની ટીમમાં ફેરફાર કર્યા અને સ્ટીવ સ્મિથને હેડની સાથે વાઈસ કેપ્ટન બનાવ્યો, જેથી હવે હેડના મેલબોર્ન ટેસ્ટ,આ રમવા અંગે મામલે સસ્પેન્સ વધી ગયો છે.

જો કે આ અંગે ઓસ્ટ્રેલિયા દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ જો આમ થશે તો ટીમ ઈન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે હેડ એક મોટો ખતરો બની ગયો છે. ભારતીય બોલરો માટે તેની વિકેટ લેવાનું મુશ્કેલ કામ સાબિત થયું છે.

ટ્રેવિસ હેડ આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં તેના બેટમાં આગ લાગી છે. પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ફ્લોપ રહ્યા બાદ તેણે બીજી ઈનિંગમાં 89 રન બનાવ્યા હતા. જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં હેડે માત્ર 141 બોલમાં 140 રન બનાવ્યા હતા. ગાબા ટેસ્ટના પ્રથમ દાવમાં તેના બેટથી 152 રન થયા હતા. (All Photo Credit : PTI / Getty)
Published On - 4:59 pm, Fri, 20 December 24