ભારત વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલી અને અશ્વિન બનાવશે ખાસ રેકોર્ડ
રવિવારે વર્લ્ડ કપ ફાઈનલમાં જો ભારત ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહેશે તો ભારત ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનશે. સાથે જ ટીમના 15 ખેલાડીઓ સાથે પણ વર્લ્ડ ચેમ્પિયનનો ટેગ લાગી જશે. પરંતુ બે ખેલાડીઓ એવા છે જેમને આ સન્માન બીજી વાર મળશે. આ બે ખેલાડીઓ છે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન. આ બંને બે વર્લ્ડ કપ જીતનાર પહેલા ભારતીય ખેલાડીઓ બની જશે.
2011 વર્લ્ડ કપ જીતનાર આ બને ખેલાડીઓ હાલમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2023ની ભારતીય ટીમમાં પણ સામેલ છે.
5 / 5
જો ભારત રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે, તો આ બંને ખેલાડીઓ બે વાર વર્લ્ડ કપ જીતનાર ભારતના પહેલા બે ખેલાડીઓ બનશે અને નવી કીર્તિમાન રચશે.