
24 સપ્ટેમબર 1999ના રોજ જન્મેલા અર્જુન ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવી રહ્યો છે. અર્જુને 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. ક્રિકેટ કરિયરની શરુઆતમાં અર્જુને સગાઈ કરવાનો નિર્ણય લીધો છે.

23 જૂન 1998ના રોજ જન્મેલી સાનિયા ચંડોક અર્જુનથી એક વર્ષ મોટી છે. અહેવાલો મુજબ બંન્નેની સગાઈમાં નજીકના સગા સંબંધીઓ આવ્યા હતા. અર્જુન પોતાની બહેન સારા તેંડુલકરથી 2 વર્ષ નાનો છે.

પિતાની જેમ, અર્જુનને પણ સંબંધોમાં ઉંમરની પરવા કરી નહોતી. તેંડુલકરનો પુત્ર તેના પિતાના પગલે ચાલવા તૈયાર છે. અર્જુને અત્યારસુધી આઈપીએલમાં 5 મેચ રમી છે.સાન્યા ચંડોક મુંબઈના મિસ્ટર પૉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપીમાં પાર્ટનર અને ડાયરેક્ટર છે.