
બેલફાસ્ટમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ આયર્લેન્ડના બોલરોની જોરદાર ધોલાઈ કરી. ટીમે 50 ઓવરમાં 343 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.

ઓપનર સિદીકુલ્લાહ અટલે 120 બોલમાં 143 રનની શાનદાર ઈનિંગ રમી. તેની ઈનિંગમાં આક્રમક બેટિંગ જોવા મળી હતી.

અટલને ઇબ્રાહિમ ઝદરાનનો પણ શાનદાર સાથ મળ્યો. ઝદરાને પણ સદી ફટકારી અને બંનેએ મળીને અફઘાનિસ્તાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.

જન્મદિવસે ફટકારેલી આ સદી અટલ માટે ખાસ બની ગઈ. 143 રનની ઈનિંગ સાથે તેણે ટોમ લેથમનો રેકોર્ડ તોડી નાખ્યો. લેથમે પોતાના જન્મદિવસે 140 રન બનાવ્યા હતા.

આ યાદીમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે. સચિને પોતાના જન્મદિવસે 134 રન બનાવ્યા હતા. જ્યારે વિનોદ કાંબલી જન્મદિવસે વનડે સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર હતો. હવે અટલની 143 રનની ઈનિંગ આ યાદીમાં સૌથી ઉપર છે. (PC:PTI/X)
Published On - 9:21 pm, Wed, 12 August 26