
HAVAL H9 SUV જોવામાં સ્ટાઈલિશ છે.આ ભારતના કાનુનના હિસાબથી અયોગ્ય છે. આ કાર લેફ્ટ-હેડ-ડ્રાઈવ વર્ઝનમાં છે. જ્યારે ભારતમાં રાઈટ-હેન્ડ -ડ્રાઈવ વાહનો ચલાવવાની પરવાનગી છે. ભારતના રોડ સેફ્ટી અને વ્હીકલ રજિસ્ટ્રેશન એકટ હેઠળ લેફ્ટ-હેન્ડ-ડ્રાઈવ કારોનું દેશમાં ન તો તે રજીસ્ટર કે ચલાવી શકાતી નથી,

તેથી જ અભિષેક ભારતમાં આ SUV લાવી કે ચલાવી શકશે નહી. ચાહકો પહેલા હેરાન હતા કારણ કે, તેમણે કાર કેમ છોડી પરંતુ હવે આની સ્પષ્ટતા થઈ ગઈ છે. આ કાર ભારતીય નિયમો મુજબ નથી.

રિપોર્ટ મુજબ HAVAL બ્રાન્ડ ભારતમાં નવેમ્બર 2025 સુધી આ એસયુવીને રાઈટ-હેન્ડ-ડ્રાઈવ વર્ઝનમાં લોન્ચ કરી શકે છે.

જો આવું થાય છે તો અભિષેક શર્માને સંભવ છે કે, ભારતમાં ચલાવવી યોગ્ય અને નવું મોડલ આપવામાં આવી શકે છે. પરંતુ અત્યારસુધી કંપની કે આયોજકો દ્વારા કોઈ અધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.