
ટી20 બેટ્સમેન અભિષેક શર્માએ પોતાના હાથના કાંડામાં એક ટેટુ બનાવ્યું છે. તેમણે ટેટુ બનાવતો ફોટો ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. અભિષેકે 3 શબ્દોનું ટેટુ બનાવ્યું છે. તેમણે લખ્યું છે'It Will Happen'.

25 વર્ષના અભિષેક શર્મા સપ્ટેમ્બરમાં એશિયા કપમાં પ્લેયર ઓફ ધટૂર્નામેન્ટ રહ્યો હતો. અભિષેકે 7 મેચમાં 200ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી 314 રન બનાવ્યા હતા. તેમણે 3 ફિફ્ટી એશિયાકપમાં ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા ભારત માટે હાલમાં ટી20 મેચ રમે છે તેમજ 2026માં રમાનાર ટી20 વર્લ્ડકપમાં તે ટીમ માટે બેસ્ટ ખેલાડી તરીકે સામે આવી શકે છે.