
વરસાદના કારણે નેપાળની ટીમ એક પોઈન્ટ મેળવવમાં સફળ રહી હતી. 4 મેચમાં તેને હાર મળી હતી. નેધરલેન્ડે તેને 6 વિકેટથી હાર આપી તો સાઉથ આફ્રિકા વિરુદ્ધ માત્ર એક રનથીહાર મળી હતી. બાંગ્લાદેશે નેપાળને 21 રનથી હાર આપી હતી.

પપુઆ ન્યુગિનીને પણ તમામ 4 મેચમાં હાર મળી છે. વેસ્ટઈન્ડિઝે 5 વિકેટથી હાર આપી તો યુંગાડા વિરુદ્ધ 3 વિકેટથી હાર મળી હતી. અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડે તેને 7-7 વિકેટથી હાર આપી હતી. દરેક મેચમાં પીએનજીએ પહેલા બેટિંગ કરી હતી.

આયરલેન્ડ ટેસ્ટ મેચ રમનાર દેશમાં સામેલ છે. ગ્રુપ એમાં તે ભારત અને પાકિસ્તાન બાદ સૌથી મજબુત ટીમ માનવામાં આવી રહી હતી પરંતુ ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી શકી નથી. કેનેડા વિરુદ્ધ તેને હાર મળી છે