
આ બિઝનેસમાં તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, સ્થાનિક મ્યુનિસિપલ લાઈસન્સ અને GST નંબર મેળવવો પડે છે. બિઝનેસ માટે કેટલાંક સાધનો પણ જરૂરી છે જેમ કે સ્ટોરેજ બોક્સ, પેકેજિંગ મટિરિયલ, લાઈટિંગ, ડિસ્પ્લે માટેના સાધનો તેમજ ફોટા માટે મોબાઈલ કે કેમેરા પ્રોડક્ટની જરૂર પડી શકે છે. આ સાથે બિલિંગ માટે નોટબુક કે કમ્પ્યુટરની પણ જરૂર પડશે.

માલ ખરીદવા માટે સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં નાના હોલસેલર્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત દિલ્હીનું સદર બજાર પણ આ પ્રકારના બિઝનેસ માટે એક પરફેક્ટ સ્થળ છે.

બિઝનેસને વધારવા માટે તેનું માર્કેટિંગ કરવું જરૂરી છે. તમે Instagram, Facebook પેજ, WhatsApp Business એકાઉન્ટ અને Meesho, Amazon, Flipkart જેવા પ્લેટફોર્મથી પણ તમારો માલ ઓનલાઇન વેચી શકો છો.

આર્ટિફિશિયલ જ્વેલરી બિઝનેસ એ ઓછા રોકાણમાં શરૂ કરી શકાય એવો લાભદાયી બિઝનેસ છે. ખાસ કરીને મહિલાઓ કે ઘરમાંથી કામ કરવા ઇચ્છતા યુવાનો માટે આ બિઝનેસ આવકનો મજબૂત સ્ત્રોત બની શકે છે.
Published On - 4:16 pm, Sat, 21 June 25