શિયાળામાં ફાટેલા હાથ માટે ઘરે કેવી રીતે બનાવશો અપરાજિતા બામ? વાદળી ફૂલોથી મળશે કુદરતી નિખાર

શિયાળાની ઋતુમાં હાથની ત્વચા સૂકી પડી જવી અને તિરાડો પડવી સામાન્ય સમસ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા અપરાજિતાના વાદળી ફૂલોમાંથી બનતા કુદરતી બામથી હાથની ચમક પાછી મેળવી શકાય છે. જાણો આ હોમમેડ બામ બનાવવાની સામગ્રી, સાચી રીત અને જરૂરી સાવચેતીઓ.

| Updated on: Nov 01, 2026 | 2:43 PM
1 / 6
શિયાળામાં ઠંડી હવા અને ભેજની અછતના કારણે હાથની ત્વચા ખૂબ જ ઝડપથી સૂકી થવા લાગે છે. ઘણી વખત ડ્રાયનેસ એટલી વધી જાય છે કે હાથ પર તિરાડો પડવા લાગે છે અને ત્વચા બેજાન દેખાય છે. આવી સ્થિતિમાં મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ્સના બદલે ઘરેલું ઉપચારો વધુ ઉપયોગી સાબિત થાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર અપરાજિતાના વાદળી ફૂલોમાંથી બનેલો બામ ખૂબ ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બામ લગાવવાથી હાથનો સુકારો દૂર થાય છે અને ત્વચામાં કુદરતી નિખાર આવે છે. આવો જાણીએ આ બામ બનાવવાની સરળ રીત અને તેની પાછળનું સાચું વિજ્ઞાન.

2 / 6
અપરાજિતા બામ બનાવવા માટે જરૂરી સામગ્રી: અપરાજિતાને અંગ્રેજીમાં બટરફ્લાય પી (Butterfly Pea) તરીકે ઓળખવામાં આવે છે. તેના વાદળી ફૂલોમાં એન્થોસાયનિન જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. 8 થી 10 અપરાજિતાના તાજા અથવા સૂકા ફૂલ, 1 થી 2 મોટી ચમચી નારિયેળ તેલ અથવા બદામનું તેલ, 1 થી 2 મોટી ચમચી એલોવેરા જેલ, બીવેક્સ (મધમાખીનું કુદરતી મીણ) જરૂરિયાત મુજબ, વિટામિન E કેપ્સ્યુલ (મરજિયાત/ઓપ્શનલ)

3 / 6
બામ બનાવવાની સરળ રીત: સૌપ્રથમ અપરાજિતાના ફૂલોને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ અડધા ગ્લાસ ગરમ પાણીમાં આ ફૂલો નાખીને આશરે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો. જ્યારે પાણીનો રંગ ઘાટો વાદળી થઈ જાય ત્યારે તેને ગાળીને ઠંડુ થવા દો. બીજી તરફ ડબલ બોઈલર પદ્ધતિથી નારિયેળ કે બદામના તેલમાં થોડું બીવેક્સ પીગળાવી લો. આ મિશ્રણ હળવું ઠંડુ થાય એટલે તેમાં એલોવેરા જેલ અને ગાળેલું અપરાજિતાનું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો.

4 / 6
પાણી અને તેલનું મિશ્રણ લાંબો સમય ટકતું ન હોવાથી આ બામ ઓછી માત્રામાં જ બનાવવો હિતાવહ છે. તેને ફ્રિજમાં રાખવો અને જો તેની સુગંધ, રંગ કે ટેક્સચરમાં બદલાવ આવે તો તેનો ઉપયોગ બંધ કરવો.

5 / 6
શું આ બામ કરચલીઓ અને ડાઘ દૂર કરી શકે છે? અપરાજિતાના ફૂલોમાં એન્ટિઓક્સિડન્ટ્સ ચોક્કસ હોય છે, પરંતુ તેના ઉપયોગથી હાથ પરની કરચલીઓ કે કાળા ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય તેવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. નારિયેળ કે બદામનું તેલ ત્વચાને કુદરતી પોષણ આપે છે અને બીવેક્સ ભેજ જાળવી રાખવા માટે સુરક્ષા સ્તર બનાવે છે. જેથી તે માત્ર હાથની ડ્રાયનેસ અને તિરાડો દૂર કરવા પૂરતું જ મદદરૂપ છે, તેને કરચલીઓ મટાડવાનો કાયમી ઇલાજ ન ગણવો.

6 / 6
વિટામિન E કેપ્સ્યુલ ઉમેરવી કેટલી યોગ્ય? બામમાં વિટામિન E કેપ્સ્યુલ ઉમેરવી બિલકુલ ફરજિયાત નથી. કેટલાક લોકોને તેનાથી ત્વચા પર ખંજવાળ, લાલાશ કે એલર્જી થઈ શકે છે. ખાસ કરીને જેમના હાથ ખૂબ ફાટેલા હોય કે ત્વચા અતિ સંવેદનશીલ હોય, તેમણે સાવધાની રાખવી જોઈએ. આ બામ વાપરતા પહેલા હાથના નાના ભાગ પર પેચ ટેસ્ટ અવશ્ય કરી લેવો.

Follow Us
Loading...
Unable to load recommendations.