Cough Remedies : દિવાળીમાં તળેલું ખાઈને થઈ ગઈ છે ઉધરસ? અજમાવો આ 4 ઘરેલું ઉપચાર
ઉધરસની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ખાંસી વધે ત્યારે પેટ અને પાંસળીમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો.
1 / 6
દિવાળીની ખુશીઓનો તહેવાર છે આ દિવસે લોકો એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરે છે. તે સાથે દિવાળીના આ દિવસોમાં દરેકના ઘરે અનેક પ્રકારના ફરસાણ બનતા હોય છે. ઘુઘરા, મઠીયા, ચોરાફળી જેવી તળેલી વસ્તુઓ ખાવાથી કેટલાકને જલદી ખાંસી થઈ જાય છે અને ગળામાં દુખાવો તેમજ બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
2 / 6
જોકે ઉધરસની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ખાંસી વધે ત્યારે પેટ અને પાંસળીમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉધરસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.
3 / 6
આદુનો રસ : ઉધરસથી છુટકારો મેળવવામાં આદુ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઉધરસની સમસ્યાથી રાહત આપે છે. આ માટે તમે આદુનો એક નાનો ટુકડો મધ સાથે ખાઈ શકો છો કે પછી આદુના રસમાં મધ ભેળવી ચમચી જેટલું દિવસમાં બે વાર લઈ શકો છો
4 / 6
મધ : કફની સમસ્યામાં પણ મધ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ડેક્સ્ટ્રોમેથોર્ફન નામનું તત્વ જોવા મળે છે, જે કફને નિયંત્રિત કરે છે. આ માટે તમે એક ચમચી મધ ખાઈ શકો છો અથવા તેને હૂંફાળા પાણીમાં ભેળવીને પી શકો છો.
5 / 6
મીઠાના પાણીથી ગાર્ગલ કરો : મીઠાના પાણીથી ગાર્ગલ કરવાથી ફેફસાં અને શ્વસનતંત્ર સાફ થાય છે. આનાથી ગળામાં ખરાશ અને ઉધરસમાં રાહત મળે છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું ભેળવીને દિવસમાં ઓછામાં ઓછું બે વાર ગાર્ગલ કરો. આનાથી ઘણો ફાયદો થઈ શકે છે.
6 / 6
સ્ટીમ લો : જો તમને ઉધરસ થઈ રહી હોય તો તમે તેના માટે સ્ટીમ લઈ શકો છો. દિવસમાં બે વાર 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ લો. ઉધરસની સ્થિતિમાં પણ સ્ટીમ લેવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.