
સૂર્યોદયના 1 કલાક 36 મિનિટ પહેલાના સમયને 'બ્રહ્મ મુહૂર્ત' કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે સવારે 4:00થી 5:30ની વચ્ચેને હોય છે. આ સમયે ઉઠવાથી શરીરમાં વાયુંનુ યોગ્ય સંચાલન થાય છે જે ઉર્જાને પ્રદાન કરે છે.

બ્રહ્મ મુહૂર્તના સમયે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ વધુ હોય છે. જે ફેફસાં અને મગજ માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ સમયે 99% લોકો ઊંઘમાં હોય છે તેથી માનસિક શાંતિ તેની ટોચ પર હોય છે. આ સમય ધ્યાન, અભ્યાસ અને સર્જનાત્મક કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વિજ્ઞાન કહે છે કે આપણા શરીરમાં એક જૈવિક ઘડિયાળ છે જે પ્રકાશ અને અંધકારનો પ્રતિભાવ આપે છે. આને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે.

શરીરમાં કોર્ટિસોલનું સ્તર સવારે 6:00 થી 8:30 વાગ્યાની વચ્ચે વધવા લાગે છે. જો તમે આ સમયનો ઉપયોગ નહીં કરો અને સવારે 9થી 10 વાગ્યા સુધી ઊંઘશો તો તમને આખો દિવસ સુસ્તીનો અનુભવ થશે.

ઉંમર પ્રમાણે બાળકો (6-13 વર્ષ) માટે 9થી11 કલાકની ઊંઘ જરૂરી હોય છે. યુવાનો (18-25 વર્ષ) માટે 7થી 9 કલાકની ઊંઘ જરૂરી હોય છે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને વરિષ્ઠ પુખ્ત વયનાં લોકો માટે (65+) લોકો માટે 7થી 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.