
કોથમીર લસણની ચટણી : આ માટે લીલા ધાણાના પાનનો ઉપયોગ કરો, તેમાં તમાલપત્ર, મરચું, લસણ અને સ્વાદ મુજબ મીઠું નાખીને પીસી લો. આ ટેસ્ટી ચટણીને તમે પરાઠા, રોટલી અથવા તો સેન્ડવીચ સાથે ખાઈ શકો છો.

કોથમીર ફુદીનાની ચટણી : આ ચટણી બનાવવા માટે કોથમીર અને ફુદીનાના પાનને સારી રીતે સાફ કરી લો, ત્યારબાદ તેમાં લીંબુનો રસ, લસણ અને લીલા મરચા નાખીને સારી રીતે પીસી લો. આ રીતે તમે બજારની જેમ ટેસ્ટી લીલી ચટણી ઘરે જ બનાવી શકો છો.

લીલા ધાણા અને લીંબુ સાથે ભાત બનાવો : સાદા ફ્રાઈડ રાઈસ બદલે તમે લીલા ધાણા અને લીંબુનો ઉપયોગ કરીને મસાલેદાર ફ્રાઈડ રાઈસ તૈયાર કરી શકો છો. આ માટે તમે એક કડાઈમાં ઘી લઈને તેમાં વટાણા, ટામેટાં, લીલા ધાણા, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને થોડાં સમયમાં સ્વાદિષ્ટ અને મસાલેદાર ફ્રાઈડ રાઇસ તૈયાર કરી શકો છો.