
કોથમીર બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા કેટલાક એન્ઝાઇમ્સ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ સાથે જ, તેમાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે. તમે ઈચ્છો તો કોથમીરનું પાણી બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

કોથમીરમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને ઇન્ફેક્શન અને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) વધારે છે. નિયમિત સેવનથી વારંવાર બીમાર પડવાની સમસ્યા ઓછી થઈ શકે છે. નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

દરેક વ્યક્તિ સાફ અને ચમકતી ત્વચા ઈચ્છે છે. શરીરમાં એસિડિટીનું પ્રમાણ વધવાને કારણે ત્વચા પર લાલાશ, ફોલ્લીઓ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એવામાં કોથમીર એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ત્વચાને લગતી સમસ્યાઓમાં રાહત મળી શકે છે.

કોથમીરમાં રહેલ ફાઈબર પાચનને વધુ સરસ બનાવે છે. તે ગેસ, અપચો અને બ્લોટિંગ (પેટ ફૂલવું) જેવી તકલીફોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માંગતા હોવ, તો દરરોજ ભોજનમાં કોથમીરનો સમાવેશ કરવો ફાયદાકારક રહેશે.

કોથમીર એક નેચરલ 'ડાયયુરેટિક' (natural diuretic) તરીકે કામ કરે છે, જે શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ સિવાય ઘણા સંશોધનો દર્શાવે છે કે, તેનું નિયમિત સેવન હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. ટૂંકમાં, સ્વાસ્થ્ય માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.