Panori Recipe : પ્રોટીનથી ભરપુર અને ડાયટમાં ખવાય તેવી સ્વાદિષ્ટ પનોરી આ રીતે બનાવો, જુઓ તસવીરો

|

Oct 03, 2024 | 3:28 PM

આપણા દેશમાં અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ગુજરાતમાં પણ અનેક વાનગીઓ ખૂબ જ પ્રખ્યાત હોય છે. પરંતુ કેટલીક વિસરાતી વાનગીઓ હોય છે જે સ્વાદમાં અદભુત હોવા છતા તેની બનાવવામાં મુશ્કેલી થાય છે. તો આજે આપણે જોઈશું કે સરળતાથી પનોરી કેવી રીતે બનાવી શકાય.

1 / 5
પનોરી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે. પનોરી બનાવવા માટે મગની દાળ, લીલા મરચા, કોથમીર સહિતની સામગ્રીની જરુર પડે છે.

2 / 5
પનોરી બનાવવા માટે સૌથી પહેલા મગની દાળને ધોઈને 8 થી 10 કલાક પલાળી દો. ત્યારબાદ તેને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ નાખો.

3 / 5
હવે મગની દાળ, લીલા મરચા, આદુ -લસણ, કોથમીર ઉમેરીની પીસી લો. ધ્યાન રાખો કે આ ખીરુ વધારે પાતળુ ન થઈ જાય.

4 / 5
ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો. ત્યાર બાદ તપેલી ઉપર ઢંકાય તેવી થાળી લેવી. તેના પર તેલ લગાડીને બેટર પાથરી તેના પર લાલ મરચુ છાંટી દો.

5 / 5
આ થાળીને પાણીની બાજુ રહે તેવી રીતે થાળીને ઢાંકી 5 મીનીટ વરાળથી બફાવવા દો. ત્યાર બાદ પનોરીને તેલ અને લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

Next Photo Gallery