Disha Thakar |
Jan 18, 2025 | 2:22 PM
લીલા વટાણાની કચોરી ઘરે બનાવવા માટે મેંદો, ઘી, મીંઠુ સ્વાદનુસાર, લીલા વટાણા, કોથમીર, વટાણા, મરચાંની પેસ્ટ, જીરું, સફેદ તલ, હિંગ, ખાંડ, લીંબુનો રસ સહિતની સામગ્રીની જરુર પડશે.
લીલા વટાણાની કચોરી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદાનો લોટ , તેલ અથવા ઘી ઉમેરો, અડધી ચમચી અજમો અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી દો. હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો.
કચોરીનો લોટ બાંધો ત્યારે ધ્યાન રાખો કે લોટમાં વધારે પાણી ન પડી જાય. હવે કણકને સેટ થવા માટે 20 મિનિટ મુકી દો. હવે વટાણાનું સ્ટફિંગ કરવા માટે એક પેનમાં તેલ લો. તેમાં થોડું વાટેલું જીરું, કાળા મરી અને ધાણા ઉમેરો, લીલા મરચા અને લસણ - આદુની નાખી બરાબર સાંતળી લો.
જીરું, તલ, હિંગ નાખી આદુ મરચાંની પેસ્ટ અને વટાણાની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો. હવે મીઠું, ખાંડ અને ગરમ મસાલો ઉમેરી થોડું વધુ સાંતળો. છેલ્લે કોથમીર ઉમેરી આંચ બંધ કરી લો.
નાની પૂરી વણી લો. તેમાં પૂરણનો ગોળો મુકી તેને બધી બાજુથી બંધ કરી કચોરી તૈયાર કરો. આ રીતે બધી કચોરી તૈયાર કરી લો. હવે એકને પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય એટલે ધીમી આંચ કરી કચોરીને તળી લો.
હવે કચોરી બંન્ને બાજુથી ગોલ્ડન થાય એટલે તેને બહાર કાઢી લો. તમે ગરમા ગરમ કચોરીને ચા સાથે પીરસી શકો છો. આ સાથે જ તેને 1-2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
Published On - 1:31 pm, Sat, 18 January 25