Panki Recipe : ગુજરાતની ટ્રેડિશનલ અને વિસરાતી વાનગી પાનકી ઘરે બનાવો, આ રહી રેસીપી, જુઓ તસવીરો

|

Oct 02, 2024 | 2:32 PM

આપણા દેશમાં અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ગુજરાતમાં પણ અનેક વાનગીઓ ખૂબ જ પ્રખ્યાત હોય છે. પરંતુ કેટલીક વિસરાતી વાનગીઓ હોય છે જે સ્વાદમાં અદભુત હોવા છતા તેની બનાવવામાં મુશ્કેલી થાય છે. તો આજે આપણે જોઈશું કે સરળતાથી પાનકી કેવી રીતે બનાવી શકાય.

1 / 5
પાનકી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે. પાનકી બનાવવા માટે ચોખાનો ઝીણો લોટ, દહીં, મીઠું, કોથમરી સહિતની સામગ્રીની જરુર પડે છે.

2 / 5
પાનકી બનાવવા માટે સૌથી પહેલા ચોખાના લોટને ચાળી લો. ત્યાર બાદ તેમાં મીઠું, હીંગ, કોથમરી, આદુ- મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી દો.

3 / 5
હવે આ મિશ્રણમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરો. જો મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો તેમાં પાણી ઉમેરી સ્મૂધ ખીરુ તૈયાર કરી દો. ધ્યાન રાખો કે ખીરામાં ગાંઠ ન રહે.

4 / 5
હવે કેળાના પાનના ગોળ અથવા ચોરસ ટુકડા કરી દો. ત્યારે બાદ એક પેન પર કેળાનું પાન મુકી તેને ઘી અથવા તેલથી ગ્રીસ કરી લો. તેના પર આ ખીરુ પાથરી લો. તેના પર ફરી એક કેળાનું પાન મુકી દો.

5 / 5
ત્યાર બાદ ધીમી આંચ પર પાનકીને 5 થી 7 મીનીટ થવા દો.હવે આ ગરમા ગરમ પાનકીને ચટણી સાથે સર્વે કરી શકો છો. આ વાનગી ડિનર અથવા તો સવારના નાસ્તામાં પણ સેવન કરી શકો છો.

Next Photo Gallery