
મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેને વાટકી પાછળ લગાવીને ચેક કરી લેવુ કે તે સારી રીતે રોલ થાય છે કે નહીં. જયારે રોલ થાય તેવુ ઘટ્ટ થઈ જાય ત્યારે થાળીની પાછળ તેલ લગાવી એકદમ પાતળુ બેટર પાથરી લો.

હવે થોડુ ઠંડુ થાય ત્યારે તેને સારી રીતે રોલ વાળી દો. ત્યારબાદ વઘાર માટે તેલ લો. તેમાં રાઈ, જીરું, હીંગ , લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખો. આ વઘારને ખાંડવી પર પાથરી તેના પર ખમણેલુ ટોપરુ નાખી સર્વ કરો. ( Image - Freepik )