Dahi Vada Recipe: દિલ્હીના ફેમસ દહીં વડા ઘરે આ રીતે બનાવો, જુઓ તસવીરો
આપણા દેશમાં અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. મોટાભાગના લોકોને દહીં વડા ચાટ ખૂબ જ ભાવતી હોય છે. બજારમાં મળતા દહીં-વડાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. ત્યારે તમે આ દહીં વડાને ઘરે પણ બનાવી શકો છો.
1 / 5
દહીં વડાના વડા બનાવવા માટે સૌથી પહેલા અડદની દાળને 8-9 કલાક પલાળી રાખો. ત્યારે બાદ તેને ઝીણી પીસી લો. હવે તેમાં ઝીણા કાપેલા લીલા મરચા, આદું, કાળા મરી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી દો.
2 / 5
એક પેનમાં તેલને મધ્યમ આંચ પર ગરમ કરવા મુકો.તેલ ગરમ થવા પર નાના વડા ફ્રાય કરી લો. ધ્યાન રાખો કે વડા બંન્ને બાજુ સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરવા. હવે આ વડાને હુંફાળા પાણીમાં રાખો.
3 / 5
દહીં વડામાં ઉપયોગમાં લેવામાં આવતા દહીં બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દહીં લો. તેને ક્રિમ સ્ટ્રક્ચર રહે તેવી રીતે થોડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.
4 / 5
હવે વડા નરમ થઈ જાય એટલે તેને હથેળી વચ્ચે દબાવી લો. તેમાં શેકેલુ જીરું, લાલ મરચું પાવડર,ખાટી-મીઠી આમલીની ચટણી, કાળી મરી, સ્વાદ અનુસાર મીઠું દહીં પર નાખો.
5 / 5
દહીં વડા ઉપર લીલા ધાણા, જીરું પાવડર અને લાલ મરચુ, ઝીણી સેવ, ડુંગળી સાથે તીખી અને ગળી ચટણી ઉપર નાખીને ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. ( Image - Getty Images )
Published On - 1:48 pm, Sun, 29 September 24