
આશરે 120 કરતા વધુ પ્રજાતિઓના વૃક્ષો અહીં આવેલ છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર આશરે 200 જેટલી વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ આવે છે.

જેમાંથી 35 પ્રકારના પક્ષીઓએ આ બાયોડાયવર્સિટી પાર્કને પોતાનું રહેઠાણ બનાવ્યું છે. અહીં નોળિયા અને સાપ રહે છે. સાથે સાથે 20 થી વધુ પ્રજાતિના કરોળિયાઓ પણ અહીં જોવા મળે છે.

બાયોડાયવર્સિટી પાર્કમાં દુર્લભ પ્રજાતિઓ જેમ કે પુત્રજીવા, ટીમરૂ, સિંદૂર, સેન્ટર વુડ, સીરીલવુડ, રક્ત ચંદન વગેરે વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. મોસંબી, નારંગી, ચીકુ, રાયણ સિંગાપુર ચેરી, આમળા, જામફળ જેવા ફ્રુટના વૃક્ષો પણ તમને અહીં જોવા મળશે.