
2024માં Waaree Energies અને Premier Energies જેવા સોલર કંપનીઓએ શાનદાર IPO લોન્ચ કર્યા હતા. Premier Energiesએ 2,830 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા અને તેનો IPO 74.4 ગણી વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. બીજી તરફ, Waaree Energiesનો 4,321 કરોડ રૂપિયાનો IPO 76.34 ગણી વકત ભરાયો હતો અને હાલમાં તેના શેર IPO પ્રાઇસથી 86 ટકા ઉંચા દરે ટ્રેડ થઈ રહ્યા છે.

ભારત સરકારની PLI યોજના, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિ અને 2030 સુધીમાં 500 GW ક્લિન એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય — આવા IPO માટે મજબૂત આધાર પુરો પાડી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકા અને ચીન વચ્ચે વધતા જિયોપોલિટિકલ તણાવના કારણે સોલર સપ્લાય ચેઇનનો વળાંક ભારત તરફ થયો છે, જેના કારણે ભારતીય સોલર કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે અવસર મળી રહ્યા છે.