
પણ શું કોઈ કોલેજ ફી ન ભરવા બદલ વિદ્યાર્થીઓને કાઢી મૂકી શકે છે? ચાલો જાણીએ કે આ અંગે શું કાયદો છે.

તાજેતમાં ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં રાજ્યની દીકરીઓના મોતથી હાહાકાર થઈ ગયો હતો. છેલ્લા થોડા સમયથી અનેક જિલ્લાઓમાંથી દીકરીના અગમ્ય કારણોસર મોત અને આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. સૌથી વધુ ચોંકાવનારી ઘટના કચ્છ અને સુરતની છે. આ બંને જિલ્લામાં શાળાના ત્રાસથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો થયો છે.

પટિયાલા કોર્ટના વકીલ મહમૂદ આલમ કહે છે કે કલમ 21-A હેઠળ, 4 થી 14 વર્ષની વયના બાળકો માટે શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર છે.

શાળા ફી ન ચૂકવવાના કારણે વર્તમાન સત્ર દરમિયાન કોઈપણ શાળા અધિકારી વિદ્યાર્થીને વર્ગોમાં હાજરી આપવા અથવા પરીક્ષામાં બેસતા અટકાવી શકશે નહીં.

જોકે, કોલેજમાં આ લાગુ પડતું નથી. જો કોઈ વિદ્યાર્થી ફી ભરવામાં અસમર્થ હોય, તો કોલેજ તેને વર્ગોમાં હાજરી આપવા અને પરીક્ષા આપવાથી રોકી શકે છે.