
21 વર્ષની ઉંમરે હજુ છોકરા-છોકરીઓ પોતાના અભ્યાસ પર ફોકસ કરી રહ્યા હોય છે. કે પછી તેના કરિયર બનાવતા હોય છે.નાની ઉંમરે એક ખેલાડીએ દુનિયાનું દિલ જીતી લીધું છે. આ દિલ જીતનારી 21 વર્ષની ખેલાડી કોકો ગૌફે છે.

યુવા અમેરિકન ટેનિસ સ્ટાર કોકો ગૌફે આ વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન 2025નો ખિતાબ જીત્યો છે. ગૌફે મહિલા સિંગલ્સની ફાઇનલ 6-7, 6-2, 6-4થી જીતીને ચેમ્પિયનશિપ પર કબજો કર્યો.

ટૂર્નામેન્ટમાં બીજી સીડ રહેલી ગૌફે નંબર-1 સીડ બેલારુસની એરિના સાબાલેકાને હાર આપી હતી. આ ગૌફના કરિયરનો બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ પહેલા તેમણે 2023માં યુએસ ઓપન ટૂર્નામેન્ટમાં સિંગ્લનું ટાઈટલ જીત્યું હતુ.

ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશીપ જીતવા પર કોકો ગૌફને એક શાનદાર ટ્રોફી તો મળી છે સાથે તેને 25,50,000 યુરો એટલે કે, 25 કરોડ રુપિયાનું ઈનામ પણ મળ્યું છે.

તેમજ નંબર-1 રેન્ક સાબાલેન્કાનું ફ્રેન્ચ ઓપન જીતવાનું સપનું ફરી એક વખત તુટ્યું છે. આ તેની પહેલી ફાઈનલ હતી અને સબાલેન્કાને રનર-અપ પ્લેટ અને લગભગ 12.50 કરોડ રૂપિયાની ઇનામી રકમ પણ મળી.તે ચોથા ગ્રાન્ડ સ્લેમ જીતવાની આશા રાખી રહી હતી.