શું તમારી કડાઈ પણ કાળી મેશ થઈ ગઈ છે ? ઘસવાનું છોડો; અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, મહેનત અડધી અને ચમક બમણી

ઘણીવાર રસોઈ કામ કરતી વખતે વાસણો બળી જતા હોય છે, જેના કારણે તેને સાફ કરવા ખૂબ જ કંટાળાજનક લાગે છે. એવામાં કાળા પડી ગયેલા તવા અને કડાઈને નવા જેવા ચમકાવવા માટેના આ સરળ ઉપાયો હવે દરેક ગૃહિણીના રસોડાનું કામ સરળ બનાવી દેશે.

| Updated on: Feb 15, 2026 | 11:28 AM
1 / 5
રસોડામાં સૌથી વધુ ગંદા થતા વાસણોમાં તવા અને કડાઈ મુખ્ય છે. ઘણીવાર જમવાનું બળી જવાને કારણે આ વાસણો કાળા પડી જાય છે, જે સામાન્ય સફાઈથી દૂર થતા નથી. કલાકો સુધી ઘસવાને બદલે તમે આ સરળ ઘરેલું ઉપાયોની મદદથી મિનિટોમાં કડાઈ અને તવાને નવા જેવા ચમકાવી શકો છો.

2 / 5
શેમ્પૂ અને લીંબુનો કમાલ: આના માટે તમારે કોઈપણ શેમ્પૂની સાથે સાથે તેમાં મીઠું, લીંબુનો રસ તેમજ વાસણ ઘસવાનો સાબુ લેવાનો છે. હવે તવી અથવા કડાઈને ગરમ કરી લો અને તેના પર પહેલા શેમ્પૂ નાખો. હવે મીઠું નાખો અને પછી તવી કે કડાઈ પર પાણી નાખીને ગરમ થવા દો. આટલું કર્યા બાદ તેમાં લીંબુનો રસ નાખીને થોડીવાર ગરમ પાણીને એમ જ રહેવા દો. 10 મિનિટ પછી પાણી કાઢી નાખો અથવા થોડું ઓછું કરી દો. હવે બાકી રહેલા લીંબુથી કડાઈને ઘસી લો. ત્યારબાદ સ્ટીલના સ્ક્રબર (કૂચા) થી તેને સાફ કરી લો.

3 / 5
ટૂથપેસ્ટથી કરો સફાઈ- આ જ રીતે તમે વધેલી ટૂથપેસ્ટથી પણ કાળી પડેલી કડાઈ અને તવી સાફ કરી શકો છો. વાસણના જે ભાગમાં કાળાશ હોય ત્યાં બધે ટૂથપેસ્ટ લગાવી દો. હવે તેને લગભગ 5 મિનિટ માટે એમ જ રહેવા દો. ત્યારબાદ સ્ટીલના સ્ક્રબર (કૂચા) થી અથવા કોઈ જૂના ફોઈલ પેપરની મદદથી ઘસીને સાફ કરી લો. આનાથી કડાઈ કે તવી એકદમ સાફ થઈ જશે. છેલ્લે ડિશ વોશર (વાસણ સાફ કરવાના સાબુ) થી વાસણને બરાબર ક્લીન કરી લો.

4 / 5
બેકિંગ સોડા અને વિનેગર (સરકો)- જો તમે ઈચ્છો તો કડાઈને ચમકાવવા માટે બેકિંગ સોડા, વિનેગર અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. વધુમાં, જે વાસણને સાફ કરવાનું હોય તેમાં પાણી, બેકિંગ સોડા, લીંબુ અથવા વિનેગર નાખીને ઉકાળો. હવે સ્ક્રબર (કૂચા) ની મદદથી ઘસીને કાળાશ દૂર કરી લો.

5 / 5
બીજા ઉપાયો- લોખંડની કડાઈને સાફ કરવા માટે તમે સેન્ડપેપરનો ઉપયોગ કરી શકો છો. બજારમાં સેન્ડપેપર એટલે કે 'રેગમાલ' સરળતાથી મળી રહે છે. તમે આમલીની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય, ઈનોમાં સાબુ અને મીઠું ભેળવીને દ્રાવણ બનાવી લો. આનાથી પણ બળેલા અને કાળા પડી ગયેલા વાસણો એકદમ સાફ થઈ જાય છે.