
ડિશવોશ લિક્વિડ અને બેકિંગ સોડા: વાસણમાં પાણી ભરી તેમાં થોડું ડિશવોશ લિક્વિડ અને 1 ચમચી બેકિંગ સોડા નાખીને ઉકાળો. પાણી ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. પાણી થોડું હૂંફાળું થાય ત્યારે સ્ક્રબરથી વાસણ સાફ કરો. આનાથી જિદ્દી કાળાશ સરળતાથી દૂર કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

લીંબુ અને મીઠું: વાસણને ચમકાવવા માટે મીઠું અને લીંબુનો ઉપયોગ કરી શકાય છે. કાપેલા લીંબુ પર થોડું મીઠું લગાવી તેને કાળા પડી ગયેલા વાસણ પર સીધું ઘસો. લગભગ 5 મિનિટ સુધી ઘસ્યા બાદ સ્વચ્છ પાણીથી વાસણ ધોઈ લો. (Image Source | iStock)

ડુંગળીની છાલ: બળી ગયેલી કડાઈ અથવા તપેલીમાં પાણી ભરો અને તેમાં ડુંગળીની છાલ નાખીને 10થી 15 મિનિટ સુધી ઢાંકીને ઉકાળો. ત્યારબાદ પાણી કાઢી નાખો અને સ્ક્રબરથી વાસણ સાફ કરો. એલ્યુમિનિયમના વાસણો માટે આ રીત ઉપયોગી થઈ શકે છે. (Image Source | iStock)

બેકિંગ સોડા અને વિનેગર: કાળા પડી ગયેલા વાસણને સાફ કરવા માટે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. બળેલા અથવા કાળા પડી ગયેલા વાસણમાં 1થી 2 ચમચી બેકિંગ સોડા નાખો અને ઉપરથી સફેદ વિનેગર છાંટો. તેનાથી ફીણ બનશે. તેને 15થી 20 મિનિટ માટે રહેવા દો અને ત્યારબાદ સ્ક્રબરથી હળવું ઘસીને વાસણ ધોઈ લો. (Image Source | iStock)

આમલીનો પલ્પ: થોડી આમલીને પાણીમાં પલાળી તેનો ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કાળા પડી ગયેલા વાસણ પર લગાવી 10થી 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સ્ક્રબરથી હળવું ઘસીને વાસણ ધોઈ લો. આમલીની ખટાશ કાળા ડાઘ દૂર કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

મીઠું અને ગરમ પાણી: બળી ગયેલા વાસણમાં ગરમ પાણી ભરો કે કાળો પડેલો ભાગ ઢંકાઈ જાય. તેમાં 2થી 3 ચમચી મીઠું નાખીને 15થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ પાણી થોડું હૂંફાળું હોય ત્યારે સ્ક્રબરથી હળવું ઘસીને સાફ કરો. (Image Source | iStock)

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. વાસણની ધાતુ અને તેની કોટિંગ પ્રમાણે સફાઈની રીત અલગ હોઈ શકે છે. નોન-સ્ટિક વાસણમાં કઠોર સ્ક્રબરનો ઉપયોગ કરવાનું ટાળો. (Image Source | iStock)