માટી, પ્લાસ્ટિક, સિરામિક, કોંક્રિટના કે ડિઝાઇનર પોટ? કયા કુંડામાં છોડનો વિકાસ સૌથી ઝડપી થાય છે !

આજના સમયમાં દરેક વ્યક્તિને પોતાના ઘરમાં છોડ ઉગાડવું પસંદ હોય છે. સાથે જ લોકોને ગાર્ડનિંગ કરવું પણ ગમે છે. છોડને સ્વસ્થ અને લીલાછમ રાખવા માટે ખાતર અને પાણીની સાથે કુંડાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ત્યારે સવાલ એ છે કે છોડ માટે પ્લાસ્ટિકનો કુંડો સારો કે માટીનો? ચાલો જાણીએ ગાર્ડનિંગ માટે કયો કુંડો વધુ ફાયદાકારક છે.

| Updated on: Nov 03, 2026 | 11:26 AM
1 / 15
આજકાલ મોટાભાગના લોકોને ઘરમાં છોડ ઉગાડવવાનું ગમે છે. છોડની યોગ્ય સંભાળ રાખવા માટે લોકો ખાતર અને પાણીનું પણ ખાસ ધ્યાન રાખે છે. પરંતુ છોડ માટે કયા પ્રકારનો કુંડો પસંદ કરવો જોઈએ, તે અંગે બહુ ઓછા લોકો જાણતા હોય છે. (Image Source | AI Generated)

2 / 15
તમે ઘણી નર્સરીમાં બે પ્રકારના કુંડા જોયા હશે. એક પ્લાસ્ટિકના કુંડા અને બીજા માટીના કુંડા. પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ કરવો સરળ છે અને તેમાં કોઈ ખાસ ખામી રહેતી નથી. જોકે, મોટાભાગના લોકો છોડ ઉગાડવા માટે માટીના કુંડાને વધુ પસંદ કરે છે. (Image Source | AI Generated)

3 / 15
માટી એક કુદરતી હોય છે. જેના કારણે તેમાં હવા અને ભેજનું સંતુલન જળવાઈ રહે છે. તેની સીધી અસર છોડનાં મૂળ અને જમીનની ગુણવત્તા પર પડે છે. તેથી મોટાભાગે લોકો માટીના કુંડા પસંદ કરે છે. (Image Source | AI Generated)

4 / 15
માટીના કુંડામાં હવા અને ભેજ સરળતાથી પસાર થઈ શકે છે. જ્યારે પ્લાસ્ટિકના કુંડા લગભગ સંપૂર્ણપણે બંધ હોય છે. માટીના કુંડામાં છોડનાં મૂળ સુધી ચારે બાજુથી હવા પહોંચતી રહે છે. જેના કારણે છોડનો વિકાસ સારી રીતે થાય છે. (Image Source | AI Generated)

5 / 15
જ્યારે છોડનાં મૂળને પૂરતી હવા મળે છે, ત્યારે તેઓ પાણી અને પોષક તત્ત્વોનું વધુ સારી રીતે શોષણ કરી શકે છે. પરિણામે છોડ સ્વસ્થ, લીલાછમ અને સુંદર દેખાય છે. (Image Source | AI Generated)

6 / 15
ઘરમાં ઉગાડેલા છોડ ખરાબ થવાનું સૌથી મોટું કારણ ઘણીવાર જરૂર કરતાં વધારે પાણી આપવાનું હોય છે. વધુ પડતા પાણીને કારણે છોડનાં મૂળ સડવા લાગે છે. માટીના કુંડા વધારાનો ભેજ બહાર કાઢવામાં મદદ કરે છે. જેના કારણે કુંડાની માટી ઝડપથી અને સમાન રીતે સુકાય છે. (Image Source | AI Generated)

7 / 15
આથી છોડનાં મૂળ લાંબા સમય સુધી ભીની માટીમાં રહેતાં નથી અને મૂળ સડવાની શક્યતા ઘટે છે. જો તમે ક્યારેક ભૂલથી છોડને વધારે પાણી આપી દો છો, તો માટીનો કુંડો વધારાનો ભેજ બહાર કાઢવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | AI Generated)

8 / 15
માટીના કુંડા મજબૂત હોય છે. તેથી તાપમાનમાં થતા ફેરફારોની સીધી અસર છોડનાં મૂળ પર ઓછી થાય છે. ઉનાળામાં માટીના કુંડામાં ભેજનું બાષ્પીભવન થતું રહે છે. જેના કારણે કુંડાની માટી અને મૂળને ઠંડક મળી શકે છે. (Image Source | AI Generated)

9 / 15
બીજી તરફ, ઠંડીની ઋતુમાં પણ માટીના કુંડા છોડનાં મૂળને અમુક અંશે રક્ષણ આપે છે. આ ઉપરાંત, તડકાના સંપર્કમાં આવવાથી માટીના કુંડા પ્લાસ્ટિકની જેમ ઝડપથી ખરાબ થતા નથી. (Image Source | AI Generated)

10 / 15
જ્યારે પ્લાસ્ટિકના કુંડા તડકામાં ઝડપથી ગરમ થઈ શકે છે. જેના કારણે છોડનાં મૂળ પર ગરમીનું દબાણ વધી શકે છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી પ્લાસ્ટિકના કુંડા પણ નબળા પડી શકે છે. (Image Source | AI Generated)

11 / 15
આજકાલ બજારમાં માટી અને પ્લાસ્ટિકના કુંડા ઉપરાંત અનેક પ્રકારના ડિઝાઇનર કુંડા પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને ઘરની સજાવટ અને ગાર્ડનિંગને આકર્ષક બનાવવા માટે લોકો સિરામિક, કોંક્રિટ અને ડિઝાઇનર કુંડાની પસંદગી કરે છે. (Image Source | AI Generated)

12 / 15
સિમેન્ટ અને કોંક્રિટમાંથી બનાવવામાં આવતા આ કુંડા મજબૂત અને ટકાઉ હોય છે. મોટા છોડ, વૃક્ષો અને બહારના ગાર્ડન માટે સારો વિકલ્પ છે. તેનું વજન વધારે હોવાથી ભારે પવનમાં પણ સરળતાથી ખસતા નથી. જોકે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા મુશ્કેલ બની શકે છે. (Image Source | AI Generated)

13 / 15
આજકાલ બજારમાં મોર્ડન, મિનિમલિસ્ટ અને હેંગિંગ ડિઝાઇનના કુંડા પણ મળે છે. ઘરની બાલ્કની, લિવિંગ રૂમ અને ટેરેસ ગાર્ડનને સુંદર બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. જોકે, કુંડાની સુંદરતાની સાથે તેમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. (Image Source | AI Generated)

14 / 15
સિરામિકના કુંડા દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. વિવિધ રંગો, ડિઝાઇન અને સાઇઝમાં ઉપલબ્ધ હોવાથી ઘરની અંદર રાખવામાં આવતા છોડ માટે લોકપ્રિય છે. જોકે, ગ્લેઝ્ડ સિરામિક કુંડાની દીવાલોમાંથી હવા પસાર થતી નથી. તેથી તેમાં ડ્રેનેજ હોલ હોવો જરૂરી છે. (Image Source | AI Generated)

15 / 15
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)

Follow Us
Loading...
Unable to load recommendations.