પિતા જજ, માતા લેકચરર, કાકા જજ, આવો છે 51માં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનો પરિવાર
જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શપથ લેવડાવ્યા છે. તો આજે આપણે જસ્ટિસ સંજીવ ખન્નાની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે વાત કરીએ.
1 / 11
સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960 રોજ થયો છે. તે હાલમાં ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને CJI તરીકેના શપથ લેવડાવ્યા છે.
2 / 11
સંજીવ ખન્નાના પરિવાર તેમજ તેના કરિયર વિશે વાત કરીએ.
3 / 11
તેઓ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના હોદ્દેદાર પેટ્રોન-ઈન-ચીફ અને નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીના ડી ફેક્ટો ચાન્સેલર છે. તેઓ દિલ્હી હાઈકોર્ટમાં જજ પણ રહી ચૂક્યા છે.તો આજે આપણે સંજીવ ખન્નાની પર્સનલ લાઈફ અને પરિવાર સાથે વાત કરીએ.
4 / 11
સંજીવ ખન્નાએ વર્ષ 1977માં નવી દિલ્હીમાંથી તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. વર્ષ 1980માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક થયા બાદ, તેમણે એ જ બેચમાં દિલ્હી યુનિવર્સિટીના કાયદા ફેકલ્ટીના કેમ્પસ લો સેન્ટરમાં કાયદાનો અભ્યાસ કર્યો.
5 / 11
તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના 1985માં દિલ્હી હાઈકોર્ટમાંથી જજ તરીકે નિવૃત્ત થયા હતા અને તેમની માતા સરોજ ખન્ના દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં હિન્દી લેક્ચરર તરીકે કામ કરતી હતી.
6 / 11
તમને જણાવી દઈએ કે, સંજીવ ખન્ના દિલ્હીના રહેવાસી છે. તેમણે દિલ્હીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.જસ્ટિસ સંજીવ ખન્નાની કાનૂની કારકિર્દી ચાર દાયકાથી વધુ લાંબી છે. વર્ષ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા. આ પછી તેણે દિલ્હી હાઈકોર્ટ જતા પહેલા દિલ્હીની તીસ હજારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરી.
7 / 11
સુપ્રીમ કોર્ટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ જજ તરીકે શપથ લીધા બાદ તે 456 બેચનો ભાગ રહી ચૂક્યા હતા. આ દરમિયાન તેમણે 117 નિર્ણય લીધા હતા.જસ્ટિન ખન્નાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પણ સંભળાવ્યા છે.
8 / 11
સંજીવ ખન્ના ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.સંજીવ ખન્ના પરિણીત છે અને તેના બે બાળકોના પિતા પણ છે.
9 / 11
ન્યાયાધીશ સંજીવ ખન્ના ન્યાયાધીશોના પરિવારમાંથી આવે છે, જેમ કે ડીવાય ચંદ્રચુડ, જેઓ તેમના પહેલા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ હતા. તેના કાકા પણ સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે.
10 / 11
જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે અને ચીફ જસ્ટિસની જવાબદારી સંભાળશે. જસ્ટિસ ખન્ના દેશના ઘણા ઐતિહાસિક નિર્ણયોનો હિસ્સો રહ્યા છે.
11 / 11
તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે. ઉપરાંત તેઓ 13 મે, 2025 સુધી આ પોસ્ટ પર કાર્યરત રહેશે