ફિલ્મ સ્ટાર્સનું જીવન કોઈ ફિલ્મથી ઓછું નથી. તેમના લગ્ન, અફેર અને બ્રેકઅપ ફિલ્મની સ્ટોરી સાથે મેળ ખાય છે. લોકોને સ્ટારની પર્સનલ લાઈફ એટલો રસ હોય છે કે તેઓ તેને પોતાની ફિલ્મોની જેમ જ હિટ કે ફ્લોપ બનાવી દે છે.
આજે આપણે એક એવા સુપરસ્ટારની પર્સનલ લાઈફ વિશે જાણીશું જેના વિશે હાલ ચર્ચા થઈ રહી છે. બે નિષ્ફળ લગ્ન, ત્રણ બાળકો અને અફેર પછી, હવે 60 વર્ષની ઉંમરે તેને સાચો પ્રેમ મળ્યો છે.
અભિનેતાએ આ ઘટનાને છુપાવવાનો બિલકુલ પ્રયાસ કર્યો નહીં, પરંતુ તેને લોકો સમક્ષ ખુલ્લેઆમ રજૂ કરી છે. હવે તેમના અફેરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. લોકોને એવું પણ લાગે છે કે અભિનેતાએ પોતાના ત્રીજા લગ્નની તૈયારીઓ પણ કરી લીધી છે.
તમે સમજી ગયા હશો કે, અમે કયા અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ. આ બીજું કોઈ નહીં પણ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન છે. 'કયામત સે કયામત તક' થી બોલિવૂડમાં પ્રવેશ કરનાર અભિનેતાની પર્સનલ લાઈફ રોલરકોસ્ટર રાઈડથી ઓછી નથી.
આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેને 2 બાળકો છે જુનૈદ અને આયરા ખાન. જેમાંથી દીકરીના તો લગ્ન થઈ ગયા છે. 16 વર્ષ સાથે રહ્યા બાદ આમિર ખાને રીના દત્ત સાથે છુટાછેડા લીધા હતા. ત્યારબાદ કિરણ રાવ સાથે લગ્ન કર્યા આ લગ્ન ખુબ ટક્યા નહી અને બંન્ને અલગ થવાનો નિર્ણય લીધો હતો.
ત્રીજી વખત લગ્નના સવાલ પર આમિર ખાને ખુલાસો કર્યો છે.બર્થ ડે પાર્ટીમાં મીડિયા સામે આ વાતની જાહેરાત કરી કે, તે રિલેશનશીપમાં છે. તે પોતાની મિત્ર ગૌરી સ્પૈટને ડેટ કરી રહ્યો છે.
કે, 60 વર્ષની ઉંમરે પણ લગ્ન કરવા તેને શોભા આપે છે.તેનો અંદાજો તેને નથી.ગૌરી બેંગ્લુરુની રહેવાસી છે. તે આમિર ખાનના પ્રોડક્શન બેનર હેઠળ કામ કરે છે. ગૌરીને એક 6 વર્ષનો દીકરો પણ છે.આમિરે 2024માં ગૌરીને ડેટ કરવાનું શરુ કર્યું હતુ અને 2025માં તેમના સંબંધોને ઓફિશયલ કર્યા છે.