
હું નાનો હતો ત્યારે મને આ બ્રેસલેટ ખુબ પસંદ આવતું હતુ. હું આ બ્રેસલેટ સાથે રમતો પણ હતો. એટલા માટે જ્યારે મે મારા કરિયરની શરુઆત કરી ત્યારે મારા પિતાએ મને આ બ્રેસલેટ ગિફટ કર્યું હતુ.

સલમાન ખાને એ પણ કહ્યું કે, તેના આ બ્રેસલેટમાં જે સ્ટોન છે. તેને ફિરોઝા કહે છે. આ દુનિયાના 2 લિવિંગ સ્ટોનમાંથી એક છે. આ સ્ટોન તિબ્બત, ઈરાન, ચીન અને મેક્સિકોમાં જોવા મળે છે. આ તમારી પાસે આવનારી તમામ નેગેટિવિટી તેમના ઉપર લઈ લે છે. ત્યારબાદ તે તૂટી જાય છે.

સલમાન ખાનેએ પણ કહ્યું કે. તેનો આ સ્ટોન 6 વખત તુટી ગયો છે અને આ તેનો 7મો સ્ટોન છે. એટલા માટે તે જ્યારે પણ ઘરની બહાર જાય છે તે હાથમાં આ બ્રેસલેટ પહેરીને જ જાય છે.