અભિનેતા પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં આપે છે, ખેડૂતોને પણ કરે છે મદદ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ-જંજીરામાં 1 જાન્યુઆરી, 1951ના રોજ જન્મેલા નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ 'ગમન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. નાના પાટેકર વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ તેમની પત્ની અને પુત્ર વિશે બહુ ઓછા લોકો જાણે છે. નાના પાટેકર પરિણીત હોવા છતાં તેમની પત્ની નીલકંતિથી અલગ રહે છે.
1 / 6
નાના પાટેકર પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં ખર્ચે છે. તેમનું પોતાનું 'નામ ફાઉન્ડેશન' છે જેના દ્વારા તેઓ ગરીબ ખેડૂતોને મદદ કરે છે. આ જ કારણ છે કે નાના પાટેકર સાદું જીવન જીવે છે.
2 / 6
નાના પાટેકરને મલ્હાર નામનો દીકરો છે. જો કે, મલ્હાર પહેલા તેના મોટા પુત્રનો જન્મ થયો હતો, જે થોડા સમય પછી મૃત્યુ પામ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે કહ્યું હતું કે મેં 27 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. જ્યારે હું 28 વર્ષનો થયો ત્યારે મેં મારા પિતાને ગુમાવ્યા અને અઢી વર્ષ પછી મારા મોટા પુત્રએ દુનિયાને અલવિદા કહ્યું હતુ.
3 / 6
1978માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર નાના પાટેકરની પહેલી ફિલ્મ 'ગમન' છે. નાના પાટેકરને વર્ષ 2013માં ભારત સરકાર તરફથી 3 રાષ્ટ્રીય પુરસ્કારો, 2 ફિલ્મફેર પુરસ્કારો અને પદ્મશ્રી પણ મળ્યા છે. આ સિવાય તેમને ઘણા સન્માન પણ મળ્યા છે. અભિનેતાના ડાયલોગ આજે પણ ફેમસ છે
4 / 6
નીલકાંતીની એક મરાઠી નાટક દરમિયાન તેની મુલાકાત નાના પાટેકર સાથે થઈ હતી, ત્યારબાદ બંનેએ 1978માં લગ્ન કરી લીધા હતા. નીલકંતિ પાટેકરે સચિન પિલગાંવકર દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ 'આત્મા વિશ્વાસ'માં કામ કર્યું હતું. 1989માં રિલીઝ થયેલી આ ફિલ્મ માટે નીલકંતિ પાટેકરને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
5 / 6
તમને જણાવી દઈએ કે નાના પાટેકર પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં ખર્ચે છે. તેમનું પોતાનું 'નામ ફાઉન્ડેશન' છે જેના દ્વારા તેઓ ગરીબ ખેડૂતોને મદદ કરે છે. તેમની સંસ્થા દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને આત્મહત્યા કરતા અટકાવે છે. આ જ કારણ છે કે નાના પાટેકર સાદું જીવન જીવે છે.
6 / 6
મલ્હારે રામ ગોપાલ વર્માની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ હતી ધ એટેક ઓફ 26\11. જોકે, ફિલ્મમાં કામ કર્યા બાદ હવે મલ્હારનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. મલ્હારે આ પ્રોડક્શન હાઉસ તેના પિતા નાના પાટેકરના નામે શરૂ કર્યું છે.
Published On - 11:29 am, Sat, 18 November 23