
અહેવાલો અનુસાર, અભિનેતા અનુજ સચદેવા સાથે પણ તેનો સંબંધ રહ્યો હોવાની ચર્ચા હતી. બંનેએ સાથે ગોવા જેવી જગ્યાએ સમય વિતાવ્યો હોવાનું કહેવામાં આવ્યું. તેમ છતાં, અનુજની માતા દ્વારા ઉર્વશીની ઉંમર અને તેના બે સંતાનો હોવાના કારણે સંબંધને મંજૂરી ના મળતાં, બંને અલગ થઈ ગયા. ઉર્વશીએ આ વિશે જાહેરમાં ક્યારેય કંઈ કહ્યું નહીં.

ઉર્વશી ધોળકિયાએ માત્ર અભિનય જ નહિ, પરંતુ માતૃત્વના કામમાં પણ પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે.

એક સિંગલ માતા તરીકે, તેણે બંને પુત્રોને પ્રેમ અને શિસ્ત સાથે ઊછેર્યા છે અને પોતાની કામગીરીથી પણ કોઈ સમજૂતો કર્યો નહિ. તે આજે પણ ટીવી જગતમાં એક મજબૂત અને પ્રેરણાદાયક મહિલાના રૂપમાં ઓળખાય છે.
Published On - 5:59 pm, Tue, 1 July 25