
આજે આપણે હોલિવુડની Crime & Mystery સીરિઝની લોકપ્રિય વેબ સિરીઝ વિશે વાત કરીશું, જેમાં રહસ્ય, ગુનાહિત તપાસ, માનસિક સંઘર્ષ અને થ્રિલ ભરેલી કહાનીઓ મુખ્ય વિષય તરીકે જોવા મળે છે. આવા શો ચાહકોને શરૂઆતથી અંત સુધી જોડીને રાખે છે.

The Heritage જેવી સિરીઝ કુટુંબીય રહસ્યો અને છુપાયેલા સત્ય પર આધારિત હોય છે, જ્યાં ભૂતકાળની ઘટનાઓ વર્તમાન જીવનને અસર કરે છે. આવી કહાનીઓમાં ડ્રામા સાથે થ્રિલનું સુંદર સંયોજન જોવા મળે છે. આ વેબ સીરિઝમાં કુલ 7 એપિસોડ છે.પિતા દ્વારા છોડવામાં આવેલી વારસાને કારણે પરિવારમાં તિરાડ પડી જાય છે, જેના કારણે ત્રણ ભાઈ-બહેનો અને તેમનો પરિવાર જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે.આ સીરિઝ તમે પ્રાઈમ વીડિયો તેમજ જિઓ હોટસ્ટારમાં જોઈ શકો છો.

કુલ 8 એપિસોડની આ સીરિઝ IT: Welcome to Derry અને The Night Of અંધકારમય વાતાવરણ, ભયજનક ઘટનાઓ અને કાયદા–વ્યવસ્થાની જટિલતાઓને રજૂ કરે છે. તેમાં માનવીય માનસિકતા, ગુનો અને તેના પરિણામોનું ઊંડાણપૂર્વક રજુ કરવામાં આવી છે. આ સીરિઝમાં તમને થ્રિલર અને હોરર આ સીરિઝ તમે IMDb અને પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો.

Barryએ એલેક બર્ગ અને બિલ હેડર દ્વારા બનાવવામાં આવેલી અમેરિકન બ્લેક કોમેડી ક્રાઈમ ડ્રામા ટેલિવિઝન સીરિઝ છે જે 25 માર્ચ, 2018 ના રોજ HBO પર પ્રીમિયર થઈ હતી અને 28 મે, 2023ના રોજ ચાર સીઝન અને 32 એપિસોડ પછી સમાપ્ત થઈ હતી. હેડર બેરી બર્કમેનની ભૂમિકા ભજવે છે, જે ક્લેવલેન્ડના ભૂતપૂર્વ યુ.એસ. મરીન છે જે હિટમેન તરીકે કામ કરે છે. કુલ 4 સીઝનમાં 32 એપિસોડ જોવા મળશે.

True Detective: Night Country જેવી સિરીઝ પાત્રોના આંતરિક સંઘર્ષ જોવા મળશે. આ પ્રકારની સિરીઝ માત્ર ગુનાની સ્ટોરી નથી કહેતી, પરંતુ સમાજ અને માનવીય સ્વભાવ પર પણ પ્રશ્નો ઊભા કરે છે.ટ્રુ ડિટેક્ટીવ: નાઇટ કન્ટ્રી સીઝન 4 14 જાન્યુઆરી, 2024 ના રોજ HBO મેક્સ પર રિલીઝ થઈ હતી.આ છ એપિસોડની ક્રાઇમ ડ્રામા ફિલ્મમાં જોડી ફોસ્ટર અને કાલી રીસ એક રહસ્યમય ગાયબ થવાની તપાસ કરતા વૈજ્ઞાનિકો તરીકે કામ કરે છે. આ સીઝન હિન્દી સહિત અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

કુલ મળીને, આ Crime & Mystery કેટેગરીની સિરીઝ થ્રિલ, સસ્પેન્સ અને ભાવનાત્મક ઊંડાણથી ભરપૂર હોય છે, જે ચાહકોને વિચારવા મજબૂર કરે છે અને દરેક એપિસોડ સાથે નવા રહસ્યો ઉકેલવાની ઉત્સુકતા જગાવે છે.