તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના બબીતા અને ટપ્પુ એટલે કે મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈના સમાચારે બધાને હેરાન કરી દીધા હતા. પરંતુ બંને કલાકારોએ સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર ખોટા છે. હવે બંનેએ ફેન્સને સત્ય કહી દીધું છે, પરંતુ લાગે છે કે મેકર્સ આ સમાચાર સાથે થોડો ટ્વિસ્ટ લાવી રહ્યા છે. મેકર્સે ઈન્સ્ટાગ્રામ પર બબીતાનો ફોટો શેર કર્યો છે અને તેની સાથે ગુડ ન્યૂઝ લખ્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઈન્સ્ટાગ્રામ પેજ પર બબીતાનો ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં પોપટ લાલ અને અંજલી બેકગ્રાઉન્ડમાં શાકભાજી ખરીદી રહ્યાં છે. બબીતાજી હસી રહી છે અને ફોન પર કોઈની સાથે વાત કરી રહી છે. બબીતાજીના ફોટાની સાથે લખ્યું છે, હેલો એક સારા સમાચાર છે. આ ફોટો શેર કરતી વખતે લખ્યું છે, 'બબીતા જી શું કહેવા માંગે છે? ઝડપથી કોમેન્ટ કરો.
આ પોસ્ટ પર યુઝર્સે ઘણી ફની કોમેન્ટ્સ કરી છે. કેટલાક લોકો મુનમુન અને રાજની ફેક સગાઈના સમાચાર પર મજા લઈ રહ્યા છે.
સગાઈના ખોટા સમાચારથી મુનમુન ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. મીડિયા સાથે વાત કરતાં તેને કહ્યું કે, બકવાસ અને ખોટા સમાચાર. મુનમુને કહ્યું હતું કે તે આવી નકલી વાતો પર કોમેન્ટ કરીને પોતાની એનર્જી વેસ્ટ કરવા માંગતી નથી.
રાજે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'તમને બધાને નમસ્કાર, ફક્ત તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર વાંચી રહ્યા છો તે બકવાસ અને ખોટા છે.' તમને જણાવી દઈએ કે મુનમુન ઘણા વર્ષોથી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહી છે. રાજ, જે શોમાં ટપ્પુનું પાત્ર ભજવતો હતો, તે હવે શોનો ભાગ નથી.