સલમાન ખાનના ઘરને બનાવ્યું નિશાન, ઘરની દિવાલ પર થયેલ ફાયરિંગની તસવીરો આવી સામે, જુઓ photo
સલમાન ખાનના બાંદ્રામાં આવેલ ઘરની બહાર ગોળીબાર થયો હતો. અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતુ હાલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે. અભિનેતાના ઘરની બહાર ગોળીબારની તસવીરો સામે આવી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાંદ્રા સ્થિત સલમાન ખાનના ગેલેક્સી આવાસની બહાર પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
5 / 5
રોડ પર ફાયરિંગના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હાલમાં સલમાન ખાનના ઘરની બહાર શૂટિંગના સમાચાર વાયુની જેમ ફેલાઈ રહ્યા છે. જેના કારણે અભિનેતાના ચાહકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.