
અખિલ અક્કીનેનીનો જન્મ 8 એપ્રિલ 1994ના રોજ અભિનેતા નાગાર્જુન અને અમલાના ઘરે સેન જોસ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો, તેના પિતા તેલુગુ અને માતા બંગાળી છે. તે અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવના પૌત્ર અને નાગા ચૈતન્યના સાવકા ભાઈ છે.

અક્કીનેનીએ ચૈતન્ય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. બાદમાં બે વર્ષ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેઓ હૈદરાબાદની ઓક્રીજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે 16 વર્ષની ઉંમરે અભિનયમાં કારકિર્દી શરુ કરી હતી.

તેમજ ન્યૂ યોર્કમાં લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. તેમણે યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડામાંથી BBA પણ કર્યું છે.

અખિલ અક્કીનેનો જન્મ ભલે વિદેશમાં થયો હતો પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો છે. અખિલે ફિલ્મ સિસિન્દ્રીમાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેને ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. તે સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભાગ લેતી તેલુગુ વોરિયર્સ ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે.અક્કીનેનો જન્મ ભલે વિદેશમાં થયો હતો પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો છે. અખિલે ફિલ્મ સિસિન્દ્રી (19994) માં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેને ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. તે સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભાગ લેતી તેલુગુ વોરિયર્સ ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે.

અખિલએ અખિલ 2015 ફિલ્મથી લીડ રોલ અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી, જેના કારણે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ પુરુષ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. બાદમાં તેમણે હેલો 2017 અને મિસ્ટર મજનૂ 2019 ફિલ્મમાં અભિનય કર્યો.

તેમણે રોમેન્ટિક કોમેડી ફિલ્મ મોસ્ટ એલિજિબલ બેચલર 2021 દ્વારા સફળતા મેળવી. અભિનેતા નાગાર્જુન અને અમલાનો નાના પુત્ર છે.

તેમણે રોમેન્ટિક કોમેડી ફિલ્મ મોસ્ટ એલિજિબલ બેચલર 2021 દ્વારા સફળતા મેળવી. અભિનેતા નાગાર્જુન અને અમલાનો નાના પુત્ર છે.

2016માં અખિલની સગાઈ બિઝનેસ ટાયકૂન, જી. વી. કૃષ્ણા રેડ્ડીની પૌત્રી શ્રીયા ભૂપાલ સાથે થઈ હતી. તેમના લગ્ન 2017માં નક્કી કરવામાં આવ્યા હતા, જોકે, પછીથી અમુક કારણોસર આ સંબંધોને તોડી નાંખવામાં આવ્યા હતા.

અખિલની સગાઈ 26 નવેમ્બર2024 ના રોજ મુંબઈ સ્થિત કલાકાર ઝૈનબ રાવદજી સાથે થઈ હતી, જે ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવદજીની પુત્રી હતી.બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.ઝૈનબ તેના પતિ અખિલ કરતા 9 વર્ષ મોટી છે.

ઝૈનબ ઉદ્યોગપતિ ઝુલ્ફી રવાદજીની પુત્રી છે અને ઝૈનબના ભાઈ ઝૈન રવાદજી ઝેડઆર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

અખિલનો સાવકો ભાઈ નાગા ચૈતન્ય પણ એક અભિનેતા છે, જેના લગ્ન શોભિતા ધુલિપાલા સાથે થયા છે.
Published On - 7:30 am, Tue, 8 April 25