
વિકાસ બહલ દ્વારા નિર્દેશિત સુપર 30 બિહારના પ્રસિદ્ધ ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર આધારિત છે. ઋતિક રોશને આ પાત્રને પુરી ઈમાનદારી સાથે નિભાવ્યું છે. જેમાં એક એવા શિક્ષકને દેખાડવામાં આવ્યો છે, જે વંચિત વિદ્યાર્થીઓને સફળ બનાવવા માટે પોતાનું જીવનને સમર્પિત કરે છે.

તારે જમીન પર ફિલ્મ તો સૌ કોઈને પસંદ છે. આમિર ખાન પહેલી વખત શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. તે રામ શંકર નિકુભ એક આર્ટ શિક્ષકની ભૂમિકામાં જોવા મળ્યો હતો.એક બાળક ઈશાનને ડિસ્લેક્સિયામાંથી બહાર લાવવા અને તેની સાચી ક્ષમતાને અપનવવામાં મદદ કરે છે.આમિરનું સહાનુભૂતિપૂર્ણ પ્રદર્શન એક સારા શિક્ષકને દિલને સ્પર્શી જાય છે.

શાહિદ કપૂરે પાઠશાળામાં એક સંગીત શિક્ષક રાહુલ ઉદયવરની ભૂમિકા નિભાવી છે, જે વિદ્યાર્થી અને સ્ટાફની સાથેના સંબંધ જોવા મળે છે તેમણે શાળાની સમસ્યાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. તેનું આકર્ષક વ્યક્તિત્વ તમામ લોકોનું દિલ જીતી લે છે.