
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સનીદેઓલે આ ફિલ્મ માટે અંદાજે 50 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છો.રિપોર્ટ મુજબ ફિલ્મ જાટ માટે રણદીપ હુડાને માત્ર 7 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

ડાયરેક્ટર ગોપીચંદ માલિનેની એક્શન થ્રિલર ફિલ્મ જાટના બજેટની વાત કરીએ તો અંદાજે 100 કરોડના બજેટમાં જાટ ફિલ્મ તૈયાર થઈ છે. પરંતુ સની દેઓલ આ ફિલ્મમાં 6-6 વિલનને ઘૂળ ચટાવતો જોવા મળ્યો છે. કારણ કે, 29 વર્ષ પહેલા તે એક ફિલ્મમાં 7 ભાઈઓને મોતને ઘાટ ઉતારી ચૂક્યા છે.

સની દેઓલ 29 વર્ષ પહેલા 7-7 વિલન સાથે ટકરાય ચૂક્યો છે. ત્યારે આખા થિયેટરમાં તાળીઓ અને સીટીઓનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. ઢાઈ કિલોનો હાથ સની દેઓલના ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.