સાઉથની સાઈ પલ્લવી ડોક્ટરમાંથી બની અભિનેત્રી, પોતાની પહેલી ફિલ્મથી જ રેકોર્ડ બનાવ્યો
સાઉથની નેચરલ બ્યુટી કહેવાતી સાઈ પલ્લવીનો આજે 31મો જન્મદિવસ છે. રિયલ લાઈફમાં અભિનેત્રી ડાન્સર જ નહિ પરંતુ ડોક્ટર પણ છે. રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં સાઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળશે.
1 / 5
સાઈ પલ્લવીનો આજે એટલે કે, 9 મેના રોજ બર્થ ડે સિલબ્રિટ કરી રહી છે. અભિનેત્રી એ સ્ટારમાંથી એક છે જેમણે દેશભરમાં પોતાની એક ખાસ સફળ બનાવી છે. સાઉથની નેચરલ બ્યુટીએ નાના પડદાં પર ડાન્સ તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. આજે તે નેશનલ સ્ટાર બની ચુકી છે.
2 / 5
સાઉથ ઈન્ડસ્ટ્રી બાદ હવે અભિનેત્રી બોલિવુડમાં ધુમ મચાવવા તૈયાર છે. રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં સાંઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળશે. આ કારણથી તે લોકો વચ્ચે ખુબ ચર્ચામાં છે. સાંઈ પલ્લવીએ પોતાની ફિલ્મે અનેક એવોર્ડ પણ જીત્યા છે.
3 / 5
વર્ષ 2015માં ફિલ્મ પ્રેમમથી એક્ટિંગ ડેબ્યુ કરનારી સાઈ પલ્લવીએ મેડિકલનો અભ્યાસ કર્યો છે. આ ફિલ્મ માટે અભિનેત્રીએ અનેક એવોર્ડ પણ જીત્યા છે.
4 / 5
પ્રેમમ એ ત્યારની મલયાલમની બીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ હતી. ત્યારબાદ અનેક હિટ ફિલ્મો આપી છે. સાઈ પલ્લવી શાળામાં ભણતી ત્યારથી જ ફિલ્મ ઓફર થઈ અને એક્ટિંગની દુનિયામાં છવાય હતી.
5 / 5
સાઈ પલ્લવી ડાયરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મને લઈ ચર્ચામાં છે. જેમાં તે સીતા માતાનો રોલ પ્લે કરશે, રણબીર કપુર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે.