
શાહરુખ ખાન ઈન્સ્ટાગ્રામ પર 5 મહિલાને ફોલો કરે છે. તેમાંથી એક તો તેની પત્ની ગૌરી ખાન અને એક તેમની લાડલી સુહાના છે.હાલમાં, સુહાનાએ ફિલ્મોમાં પણ પ્રવેશ કર્યો છે અને ટૂંક સમયમાં તે તેના પિતા સાથે ફિલ્મ કિંગમાં જોવા મળશે.

શાહરુખ ખાનના લિસ્ટમાં એક મેનેજર પણ છે. જેનું નામ પુજા દદલાની છે. બંન્ને હંમેશા સાથે જોવા મળે છે. આઈપીએલ મેચ દરમિયાન પણ બંન્ને સાથે જોવા મળે છે. પુજા દદલાની માત્ર શાહરુખ ખાનની મેનેજર નથી પરંતુ ગૌરી ખાનની મિત્ર પણ છે.પૂજા 2012 થી શાહરૂખ ખાનની મેનેજર છે અને ત્યારથી તે તેમની સાથે કામ કરી રહી છે.

કાજલ આનંદનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. સ્ટાર સ્ટેડેડ સેલિબ્રિટી પાર્ટીઓને હોસ્ટ કરનારી કાજલ આનંદ શાહરુખ ખાન અને ગૌરી ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. કાજલ આનંદ વકીલ છે. આ સાથે અનેક બ્રાન્ડની માલિક પણ છે અને લાઈફસ્ટાઈલ અને ફ્રેશન બ્રાન્ડ ચલાવે છે.

શાહરુખ ખાન માટે પરિવાર બધું જ છે. અન્ય એક વ્યક્તિને ફોલો કરે છે તેનું નામ આલિયા છિબ્બા છે. આલિયા દિલ્હીમાં રહે છે અને ગૌરી ખાની ભત્રીજી છે.આલિયા તેના પિતરાઈ ભાઈઓ સુહાના, આર્યન અને અબરામની ખૂબ નજીક છે અને ઘણી વખત તેમની સાથે જોવા મળી છે.