
મહિલાઓને પ્રેરણા આપે છે અને પેઢીને સતત મહેનત અને હિંમતની શક્તિને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરે છે.તેમની સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પરંતુ ભારત માટે ગર્વની ક્ષણ છે,

સૈયામીએ રેસ પછી એક પોસ્ટમાં કહ્યું, આ વર્ષે, મારું એકમાત્ર લક્ષ્ય ગયા વર્ષ કરતાં વધુ સારું બનવાનું હતું. અને મેં તે જ કર્યું,

સંયામી ખેરના કરિયરને લગભગ દસ વર્ષ થઈ ગયા છે. આ અભિનેત્રીએ તેલુગુ ફિલ્મ 'રે' થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ, 2016માં રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ 'મિર્ઝૈયા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધી તે અનેક ફિલ્મો અને કેટલીક વેબ સિરીઝમાં જોવા મળી છે.

50ના દાયકાની ફેમસ અભિનેત્રી ઉષા કિરણ, સંયામી ખેરની દાદી છે. સંયામીના પિતા એક મોડેલ રહ્યા છે. ઉપરાંત, સંયામીના કાકી તન્વી આઝમી પણ એક ફેમસ અભિનેત્રી છે. સંયામીની મોટી બહેન સંસ્કૃતિ પણ મરાઠી ફિલ્મોમાં અભિનય કરે છે. આ રીતે, સંયામીનો લગભગ આખો પરિવાર ફિલ્મો સાથે સંકળાયેલો છે.