રૂપાલી ગાંગુલીની સાવકી દીકરી ઈશા વર્માએ ભર્યું મોટું પગલું, ‘અનુપમા’એ કર્યો 50 કરોડનો માનહાનિનો કેસ
રુપાલી ગાંગુલીએ સોમવારના રોજ સાવકી દીકરી ઈશા વર્મા વિરુદ્ધ 50 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. ત્યારબાદ ઈશાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રાઈવેટ કર્યું છે.
1 / 5
અનુપમા સીરિયલની અભિનેત્રી રુપાલી ગાંગુલીની સાવકી દીકરી ઈશા વર્મા પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઈશાએ આના પર પહેલું રિએક્શન આપ્યું છે. ઈશા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આવી રુપાલી ગાંગુલી અને તેના પિતા અશ્વિન વર્મા પર ગંભીર આરોપ લગાવી રહી હતી.
2 / 5
સોમવારના રોજ રુપાલીએ 50 કરોડ રુપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ઈશાએ હાલમાં આના પર કોઈ નિવેદન આપ્યું નથી. તેમણે પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ પબ્લિકમાંથી પ્રાઈવેટ કર્યું છે.
3 / 5
રુપાલી ગાંગુલીની સાવકી દીકરી ઈશા વર્માના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. થોડા સમય પહેલા તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને રુપાલી ગાંગુલીની આસપાસ સુરક્ષિત નથી તેવું કહ્યું હતુ.
4 / 5
ઇશાના જાહેર દાવાઓએ રૂપાલીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની પ્રતિષ્ઠાને અયોગ્ય રીતે કલંકિત કરી છે એમ કહીને દાવો રૂ. 50 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. ઈશાએ પોતાના વીડિયોમાં રૂપાલીના પુત્ર રુદ્રાંશનો ઉલ્લેખ કરીને માફી પણ માંગી હતી. આથી રૂપાલીએ કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું.
5 / 5
તમને જણાવી દઈએ કે, ઈશા વર્માએ આરોપ લગાવતા કહ્યું કે, અનુપમા અભિનેત્રી રુપા ગાંગુલી ન્યુ જર્સીમાં તેના ઘરે આવતી હતી. મારી માતાને અપશબ્દો પણ કહેતી હતી.