
રણધીર કપૂરે જણાવ્યું હતું કે, તેણે રેખા સાથે 20 ફિલ્મો કરી છે. એટલું જ નહીં તે રેખાને પોતાની પ્રિય અભિનેત્રી પણ માને છે. રણધીર કપૂરને તેમની ફિલ્મ 'રામપુર કા લક્ષ્મણ' ખૂબ પસંદ આવી હતી.

આ અભિનેતાએ જણાવ્યું હતું કે, તે સમયે તે રેખા સાથે પ્રેમ વિશેની વાતો કરતો હતો અને અત્યારે પણ આવી જ વાતો કરે છે. રેખાનું નામ વિનોદ મહેરા સાથે પણ જોડાયેલું હતું. એવા અહેવાલો હતા કે, બંનેએ લગ્ન પણ કરી લીધા છે. જો કે, રેખાએ બાબતોનો ઇનકાર કર્યો હતો.

રેખાની ઓટોબાયોગ્રાફી 'ધ અનટોલ્ડ સ્ટોરી'માં યાસીર ઉસ્માને લખ્યું હતું કે, રેખાએ કોલકાતામાં વિનોદ સાથે લગ્ન કર્યા હતા. જોકે, અભિનેત્રીને તેની માતાએ ઘરમાંથી કાઢી મૂકી હતી. જેના કારણે સંબંધનો અંત લાવવો પડ્યો. આ વાતને રેખાએ પાયાવિહોણી કહી હતી.

રેખા અને રણધીર કપૂરે 'રામપુર કા લક્ષ્મણ', 'ધરમ કરમ', 'કસ્મે વાદે' અને 'ખલીફા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ રેખા રિયાલિટી શોમાં જાય છે અને હાવભાવ દ્વારા ઘણું બધું કહે છે.