
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના 30 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 5 એપ્રિલ, 1996ના રોજ વિરાજપેટમાં થયો હતો. તે સાઉથ અને બોલિવુડ બંને પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે, બંને ઉદ્યોગોમાં હિટ ફિલ્મો આપી છે.

આજે રશ્મિકા મંદાનાનો 30મો જન્મદિવસ છે, અને ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદનનો વરસાદ વરસાવ્યો છે. રશ્મિકાએ બોલિવૂડમાં પણ સ્ટારડમ હાંસલ કર્યું છે.

રશ્મિકા મંદાનાનો આજે 30મો જન્મદિવસ છે. તેની અપકમિંગ ફિલ્મ માયસાને લઈ શાનદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.. તેના આ દિવસે ખાસ તકે મેકર્સે ફિલ્મમાંથી તેનો નવો લુક રિલીઝ કર્યો છે. જેમાં ચાહકો વચ્ચે ઉત્સાહ પણ ખુબ વધ્યો છે.

પોસ્ટર શેર કરી મેકર્સે લખ્યું કે, રશ્મિકા જેમણે પોતાના ગ્રેસ અને ચાર્મથી દિલ જીત્યા છે. હવે પોતાના ગુસ્સા અને સ્પીડથી ચાહકોને ચોંકાવી દેશે. હાલમાં રિલીઝ થયેલા ફર્સ્ટ લુકની ખુબ ચર્ચા થઈ રહી છે.

માયસા એક ઈમોશનલ એક્શન થ્રિલર ફિલ્મ છે. જે આદિવાસી સાથે કનેક્શન આધારિત છે. આ ફિલ્મ 2026ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મમાંની એક છે.

રશ્મિકાની ફિલ્મ "ગીતા ગોવિંદમ" 2018 માં રિલીઝ થઈ હતી, જેમાં વિજય દેવરકોંડા મુખ્ય ભૂમિકામાં હતા. ત્યાં જ તેમની વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ થયો. તાજેતરમાં, રશ્મિકા અને વિજયે લગ્ન કર્યા અને એક નવું જીવન શરૂ કર્યું છે. (ALL PHOTO : INSTAGRAM)