
આર્ય બબ્બર રાજ બબ્બરની પહેલી પત્ની નાદિરાનો પુત્ર છે. તેમનો જન્મ 24 મે 1981ના રોજ થયો હતો. આર્ય હજુ પણ બોલિવૂડમાં પોતાની ઈમેજ બનાવવા માટે તલપાપડ છે. તે 1 હિટ ફિલ્મ મેળવવા માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યો છે. આ માટે તેણે સલમાન ખાન સાથે પણ જોડાયો હતો જોકે તે અત્યાર સુધી અસફળ રહ્યો હતો. આર્ય બબ્બરે 2002માં 'અબ કે બરસ'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અમૃતા રાવ આર્યની ઓપોઝિટ જોવા મળી હતી. ફિલ્મી પડદે આર્ય બબ્બર-અમૃતા રાવની કેમેસ્ટ્રી ભલે લોકોને ગમી, પણ કમનસીબી એ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

સ્મિતા પાટીલને ભારતીય સિનેમા ઈતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. ટૂંકી કારકિર્દીમાં, તેણે ઘણા પુરસ્કારો જીત્યા અને સિનેમા પર સારી છાપ છોડી. અભિનેત્રીએ 'મિર્ચ મસાલા', 'મંડી' અને 'અર્થ' જેવી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ દેખાડી હતી. સ્મિતા પાટીલનું 1986માં 31 વર્ષની વયે અવસાન થયું હતું.પ્રતિક બબ્બર સ્મિતા અને અભિનેતા રાજ બબ્બરનો પુત્ર છે. અભિનેતાએ 2008 માં જાને તુ યા જાને ના સાથે તેની શરૂઆત કરી હતી. ત્યારથી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

તમને જણાવી દઈએ કે અનૂપ સોની એક જાણીતા કલાકાર છે અને તેઓ ક્રાઈમ પેટ્રોલ અને CID જેવી સિરિયલોમાં જોવા મળ્યા હતા. અનૂપ સોનીએ અગાઉ 2005માં રિતુ સોની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 6 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. બાદમાં 2011માં તેણે જુહી બબ્બર સાથે લગ્ન કર્યા. જુહીના પણ આ બીજા લગ્ન હતા. હવે જુહી અને અનૂપ બંને એક પુત્રના માતા-પિતા બની ગયા છે.
Published On - 9:24 am, Fri, 23 June 23