
અભિનેત્રી પ્રિયંકા ચોપરાના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ધ બ્લક માટે ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. સુત્રોનું માનીએ તો પ્રિયંકા ચોપરા હાલમાં આ ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં છે. આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા પતિ નિક અને દિકરી માલતીની સાથે હોળીના તહેવારમાં પણ ભારત આવી હતી અને અભિનેત્રી અયોધ્યામાં રામ લલાના દર્શન કર્યા હતા. હાલમાં પ્રિયંકા પોતાના હોલિવુડ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.