
પ્રિયંકા ચૌધરી ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ ચાર્જ લેનારી અભિનેત્રીમાંની એક છે. રિપોર્ટ અનુસાર તેની કુલ નેટવર્થ અંદાજે 20-25 કરોડ રુપિયા છે. નાગિન 7માં લીડ રોલ કર્યા બાદ તેની નેટવર્થમાં પણ વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચહર ચૌધરી ટીવી સીરિયલ, મોડલિંગ સોશિયલ મીડિયા તેમજ જાહેરાત દ્વારા ખુબ સારી કમાણી કરે છે.તેમણે એક મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો. તે "ગઠબંધન", "યે હૈ ચાહતેં", "પરિણીતી" અને "ઉડારિયાં" જેવા શોમાં જોવા મળી.

જોકે, સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શોએ તેણીને ઘર-ઘરમાં જાણીતી બનાવી. બિગ બોસ 2016માં પ્રિયંકાના સ્વભાવની ખૂબ પ્રશંસા થઈ હતી.