
રણવીર સિંહ હંમેશા પોતાની અતરંગી ફેશન સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે. કાલીન ભૈયાની આ પોસ્ટ પર અભિનેતાએ પણ કોમેન્ટ કરી છે. તેમણે કહ્યું આ શું છે ગુરુજી તમે તો બગડી ગયા? કારણે કે અભિનેતા રણવીર સિંહ પણ પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.

જો કાલીન ભૈયાના વર્કફ્રન્ટની આપણે વાત કરીએ તો. તેઓ હાલમાં ફિલ્મ નિર્માતા અનુરાગ બસુની ફિલ્મ મેટ્રો ઈન ધ ડિનોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે કોંકણા સેન શર્મા સાથે કામ કર્યું હતુ.

તેમજ ક્રિમિનલ જસ્ટીસની ચોથી સીઝનમાં પણ જોવા મળ્યા હતા. હવે તે ટુંક સમયમાં મિર્ઝાપુર ફિલ્મ અને અદિતિ રાવ હૈદરી સાથે જોવા મળશે.