
સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર ઓરી હંમેશા ફિલ્મ સ્ટાર અને સ્ટાર ક્રિડ્સ સાથે ટ્યુનિંગ કરતો જોવા મળે છે. આર્યન ખાનની સીરિઝ બેડ્સ ઓફ બોલિવુડમાં પણ ઓરીને એક ખાસ પાત્રમાં દેખાડ્યો છે. ઓરી બોલિવુડની ખુબ નજીક છે. તેમજ સ્ટાર સાથે સિગ્નેચર પોઝ આપતો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, ઓરી હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ઓરીને લઈ એક એવા સમાચાર સામે આવ્યા હતા કે, ઓરી પોતાના ફ્રેન્ડ સાથે વૈષ્ણો દેવી મંદિર ગયો હતો. જ્યાં તેમણે ફ્રેન્ડ સાથે દારુની પાર્ટી કરી હતી. તે દરમિયાન ઓરી સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

હવે ફરી એક વખત ઓરી 252 કરોડ રુપિયાના ડ્રેગ કેસમાં ફસાતો જોવા મળી રહ્યો છે હવે જોવાનું રહે છે કે, પુછપરછ બાદ પોલીસ આ મામલે શું ખુલાસો કરે છે.