
બોલિવુડની ડાન્સિંગ ક્વીન અને ફેમસ અભિનેત્રી નોરા ફતેહી આજે પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દીવસે આજે અમે તમને તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જણાવીશું. તેમજ તેની નેટવર્થ કેટલી છે. ચાલો જાણીએ.

ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ અને ડાન્સથી ધાક જમાવનારી નોરા ફતેહી રિયલ લાઈફમાં આલીશાન જિંદગી જીવે છે. તો ચાલો તેની રોયલ લાઈફસ્ટાઈલ વિશએ પણ જાણીએ. નોરા ફતેહીનું ઘર 10 કરોડનું છે. ઘરની સજાવટમાં કરોડોની પેન્ટિંગ કરી છે.

લક્ઝરી ઘરની સાથે-સાથે સેટમાં ભાગદોડ ભરી જિંદગીમાંથી બ્રેક લેવા માટે અભિનેત્રી પાસે એક લક્ઝરી વેનિટી વેન પણ છે. આ વેનિટી વેનની કિંમત 5 કરોડ રુપિયા છે. તેની પાસે 65 લાખની કિંમતની ગાડીઓ છે.

લક્ઝરી કારની સાથે વેનિટી વેન સિવાય અભિનેત્રી મોંઘા બેગ પણ ખુબ પસંદ છે. નોરાની પાસે 7 લાખના હેન્ડબેગથી લઈ 51 લાખ સુધીનું બેગ છે.

જો આપણે ડાન્સિંગ ક્વીનની સંપત્તિ વિશે વાત કરીએ તો અંદાજે 40 કરોડની સંપત્તિ છે.

અભિનેત્રી એક ગીત માટે 2-3 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. જાહેરાત સિવાય બ્રાન્ડ પ્રમોશન કરી કરોડોની કમાણી કરે છે.

નોરા ફતેહીના બોલિવૂડમાં ઘણા સુપરહિટ ગીતો છે. જેમાં "દિલબર," "ગર્મી," "કમરીયા," "નચ મેરી રાની," "ઓ સાકી સાકી," "કુસુ કુસુ," અને "એક તો કમ જીંદગાની" નો સમાવેશ થાય છે.