
એપ્રિલ 2020માં, તેણે તેની ચેનલ પર "દાઉદ, યમરાજ અને ઓરત" નામનો સ્ટેન્ડઅપ કોમેડી વિડિયો અપલોડ કર્યો, જેનાથી પ્રારંભિક સ્ટારડમ મેળવ્યું. ઓગસ્ટ 2020 માં ભારતીય સંગીતકાર સ્પેક્ટ્રા સાથે મળીને તેનું પ્રથમ ગીત "જવાબ" રજૂ કર્યું.28 ફેબ્રુઆરી 2021 ના રોજ, તેણે તેની યુટ્યુબ ચેનલ પર "ઘોસ્ટ સ્ટોરી" નામનો સ્ટેન્ડઅપ કોમેડી વિડિયો અપલોડ કર્યો હતો.

2022માં તે બાલાજી ટેલિફિલ્મ્સના રિયાલિટી ટેલિવિઝન શો લોક અપમાં સ્પર્ધક બન્યો હતો, જે કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. 8 મે 2022ના રોજ તેમને શોના વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો, આ શો ઓટીટી પ્લેટફોર્મ એએલટી બાલાજી અને એમએક્સ પ્લેયર પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

5 નવેમ્બર 2022 ના રોજ, તેણે પ્રિન્સ નરુલા અને રોની અજનાલી સાથે "તોડ" નામનું પંજાબી ગીત કર્યું હતુ. ફારુકીએ 2017માં જાસ્મિન સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2022માં છૂટાછેડામાં થયા હતા , મુનાવરને પાંચ વર્ષનો પુત્ર છે.

મુનાવર ડિસેમ્બર 2021 થી, તે સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ નાઝીલા સિતાશીને ડેટ કરી રહ્યો હતો.બિગ બોસમાં, તેની ભૂતપૂર્વ પાર્ટનર આયેશા ખાને તેના અને નાઝીલા સહિત અન્ય મહિલાઓ સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો.નાઝીલા એ ઈન્સ્ટાગ્રામ લાઈવ પર તેની સાથે સંબંધ તોડી નાખ્યો તેવો ખુલાસો કરી ચૂકી છે.

પોતાની કોમેડી અને વિવાદો દ્વારા લોકોમાં પોતાની ઓળખ બનાવનાર મુનવર ફારૂકી વર્ષ 2020થી આ વિવાદોમાં ફસાયેલા છે.

મુનવ્વર તેના એક યુટ્યુબ વિડીયોના કારણે ચર્ચામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વખત તેના પર વિડીયોમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ લાગ્યો હતો.
Published On - 9:48 am, Fri, 26 January 24